હેલો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજ ના નવા બ્લૉગમાં
મિત્રો આજે આપણે વાત કરવા જઇ રહ્યા છે સરકારે બેડ બેન્કના માટે 31600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે જાહેરાત કરી છે કે સરકાર Bad Bankની તરફથી બેન્કોએ જારી કરાયેલી security receipt ને ગેરંટી આપશે. આ ગેરંટી 31,600 કરોડ રૂપિયા હશે.
Bad Bankની security receipt પર સરકારી ગેરંટી 5 વર્ષ માટે માન્ય રહેશે. આ સાથે India Debt Resolution Companyની પણ રચના કરવામાં આવશે. નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ (NARCL)માં સરકાર હિસ્સો 51 ટકા રહેશે.
નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં બેન્કોએ 5,01,479 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. 3.1 લાખ કરોડ રૂપિયા માર્ચ 2018 થી અત્યારે સુધી બેન્કોએ રિકવરી કર્યા છે. માત્ર 2018-19માં બેન્કોએ 1.2 લાખ કરોડ રૂપિયાની લોન રિકવરી કરી, જે પોતે એક રેકોર્ડ છે.
નાણામંત્રીએ કહ્યું કે 2015 ની Asset Quality Review બાદ Bad Loanની રિકવરી મોટા પ્રમાણ પર થઈ છે.
શું છે Bad Bank?
Bad Bank પણ એક પ્રકારની બેન્ક છે, જેની સ્થાપના અન્ય નાણાકીય સંસ્થાઓ પાસેથી Bad loan ખરીદવા માટે સ્થાપવામાં આવે છે. આ સાથે આ Bad loan તે નાણાકીય સંસ્થાઓના અકાઉન્ટથી દૂર કરવામાં આવશે અને તેમની નાણાકીય સ્થિતિ મજબૂત કરવામાં આવશે.
એવી પણ જાણકારી મળી છે કે બુધવારે 15 સપ્ટેમ્બર કેન્દ્રીય કેબિનેટની હાઇ બેઠકમાં NPAના સમાધાન હેઠળ National Property Reconstruction Company (NARCL) દ્વારા જારી security receipt પર સરકારી ગેરંટી આપવાના પ્રસ્તાવને મંજૂરી મળી ગઇ છે.
31,600 કરોડ રૂપિયાની ગેરંટી
Indian Banks Association (IBA)ના અનુમાન મુજબ, સરકારે 31,600 કરોડ રૂપિયાની ગેરંટી મંજૂર કરી છે. IBAને Bad Bank બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. પ્રસ્તાવિત Bad Bank અથવા NARCL લોન માટે સંમત મૂલ્યના 15 ટકા રોકડમાં અને બાકીના 85 ટકા સરકારી ગેરંટીવાળી security receiptમાં ચૂકવશે.