હેલો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે અમારા આજ ના નવા બ્લૉગમાં, મિત્રો આજે આપણે વાત કરવા જઇ રહ્યા છે
Fixed Deposit Interest Rates
Axis અને Kotak Mahindra બેંકે FD નાં દરમાં ફેરફાર કર્યો છે. આવી સ્થિતિમાં જો તમે પણ ફિક્સ્ડ ડિપોઝિટ(FD)માં રોકાણ કરવા જઈ રહ્યા છો તો તમને બેંકોના વ્યાજ દર વિશે ખબર હોવી જોઈએ. જાણો કઈ બેંક FD પર કેટલું વ્યાજ આપી રહી છે.
1 વર્ષની FD પર વ્યાજ

2 વર્ષની FD પર વ્યાજ
3 વર્ષની FD પર વ્યાજ

5 વર્ષની FD પર વ્યાજ

5 વર્ષની FD પર ટેક્સ છૂટનો ફાયદો લઈ શકાય છે
5 વર્ષની FDને ટેક્સ સેવિંગ FD કહેવામાં આવે છે. તેમાં રોકાણ કરવા પર ઈન્કમ ટેક્સ એક્ટની સેક્શન 80C અંતર્ગત 1.5 લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ લઈ શકાય છે.
FDમાંથી મળતા વ્યાજ પર ટેક્સ આપવો પડે છે
FDમાંથી થતી વ્યાજની આવક 40000 રૂપિયા (સિનિયર સિટીઝનના કિસ્સામાં 50000 રૂપિયા) સુધી છે તો તેના પર તમારે કોઈ ટેક્સ નહીં આપવો પડે. તેનાથી વધુ આવક પર 10% TDS કટ કરવામાં આવે છે. જો તમારી FDમાંથી વાર્ષિક વ્યાજની આવક 40 હજાર રૂપિયા કરતા વધારે છે પરંતુ કુલ વાર્ષિક આવક (વ્યાજ આવક સહિત) તેટલી હદે ન હોય, જ્યાં એની પર ટેક્સ લાગે તો બેંક TDS નથી કાપવામાં આવતો. આ માટે સિનિયર સિટિઝને બેંકમાં ફોર્મ 15H અને અન્ય લોકોને ફોર્મ 15G સબમિટ કરાવવાનું રહેશે.
ફોર્મ 15G અથવા ફોર્મ 15H એ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. એમાં તમે એ જણાવી શકો છો કે તમારી આવક ટેક્સની લિમિટથી બહાર છે. જે કોઈપણ વ્યક્તિ આ ફોર્મ ભરે તેવા કિસ્સામાં ટેક્સની લિમિટથી બાકાત રાખવામાં આવે છે.