સ્વરછ ભારત માટે તમે શુ કર્યું?

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના અનેક સ્વપ્નો પૈકીનું એક ક્રાંતિકારી અને સોનેરી સ્વપ્ન એટલે સ્વચ્છ ભારત અભિયાન.

આપણે જયારે વિદેશ પ્રવાસે જઈએ છીએ ત્યારે અનેક બાબતોની સાથે ઉડીને આંખે વળગે તેવી બાબત છે ત્યાંની સ્વચ્છતા. જયારે પ્રવાસમાંથી પરત ફરીએ ત્યારે ત્યાંની ચોખ્ખાઈ અને ડીસીપ્લીનની વાતો કરતાં ધરાતાં નથી.ખરેખર સ્વચ્છતા એ કોઈ એક વ્યકિત, એક સંસ્થા કે સરકાર ન રાખી શકે તેના માટે તો સમગ્ર દેશના એકસો ત્રીસ કરોડ લોકોએ સ્વચ્છતાની તરફ એક પ્રમાણિકતાપૂર્વક ડગલું માંડવું પડે… આપોઆપ દેશ સ્વચ્છ થઈ જાય.

સ્વચ્છતા સહુને ગમે છે પણ, બીજા રાખે તો!! ખરેખર તો આ અભિયાનની શરૂઆત સ્વયંથી થવી જોઈએ અને પરિવાર, શેરી, પોતાનું કાર્યસ્થળ, ગામ અને સમગ્ર દેશ સુધી વિસ્તરવી જોઈએ.

દેશમા “સ્વરછતા અભિયાન” ના નામે માત્ર 4 ફોટા પડાવીને ફક્ત સોશ્યલ મિડિયામા વહેતાં કરી અને ખોટી વાહ-વાહ કરી સસ્તી પ્રરસિધી ફકત કેમ મેળવાય તેવું ચાલે છે .

ભારત દેશના એક પ્રામાણિક નાગરિક તરીકે દરેક લોકોએ સ્વચ્છતાના આત્મશપથ લેવાં જોઈએ.

વર્ષ ૨૦૧૩માં શરૂ કરેલ આ અભિયાનને તેમણે પૂ.બાપુની તેમજ લાલ બહાદુર શાસ્ત્રીજીની જન્મતિથિ ૨ ઓકટો.૨૦૧૪ના રોજ સમગ્ર દેશ સામે ખુલ્લું મૂકેલું.

જેમ આપણાં લોકલાડીલા સ્વ.વડાપ્રધાન શાસ્ત્રીજીએ ‘જય જવાન,જય કિસાન’નો નારો આપ્યો અને ધરતીપુત્રને અનાજના ગોદામો છલકાવી દેવાનું આહવાન કર્યું અને ગોદામો છલકાઈ ગયાં તેમ એક એક દેશવાસીને સ્વચ્છાગ્રહી બનવાનું આહવાન આપતાં ૨૦૧૪માં પ્રધાનમંત્રીશ્રીએ ‘હું ગંદકી કરીશ નહીં અને કરવા દઈશ નહીં’ નું સૂત્ર આપ્યું.

દરેક સમસ્યાની સાથે તેના ઉકેલ પણ હોય જ છે. કેટલાંક એવાં ઉપાયો જે કોઈ પણ વ્યકિત ખૂબ સરળતાથી કરી શકે તે જોઈએ તો,

(૧) જાહેર રસ્તા પર કચરો ગમે ત્યાં ફેંકવાને બદલે કચરાં ટોપલીમાં જ નાખીએ અને કચરા ટોપલી ન મળે તો કચરો એક બેગમાં એકત્ર કરી અને જયાં ડસ્ટબીન હોય ત્યાં જ નાખીએ.

(૨) જાહેરમાં રસ્તા પર અને જાહેર સ્થળોએ થુકવું, પાનની પિચકારીઓ મારવી, નાક સાફ કરવું જેવી ગંદકી સ્વયં શિસ્તથી ન જ કરીએ.

(૩) ખુલ્લામાં શૌચક્રિયા ન જ કરીએ.

(૪) પોતાના ઘરના કચરા માટે આખા કુટુંબ સાથે એક બેઠક કરી અને નક્કી કરવામાં આવે કે જે વસ્તુને આપણે કચરો ગણી અને કચરા ટોપલીમાં પધરાવીએ છીએ તેના વિશે થોડો વિચાર કરવામાં આવે અને તેમાંથી ફરીથી વાપરી શકાય તેવી (Reusable) અથવા જેની પ્રોસેસ કરી અને ફરીથી વાપરી શકાય (Recycling) તેવી વસ્તુઓને અલગ પાડવી. જેમકે, બને ત્યાં સુધી ખરીદી કરવા માટે કાપડની થેલી જ વાપરવી (આપણા જ દેશનું રાજય છે સિક્કિમ જયાં પ્લાસ્ટિક વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે અને તે આખું રાજય ઓર્ગેનિક ખેતી જ કરે છે) આપણાં જ દેશમાં જયારે ઉદાહરણ મોજુદ હોય ત્યારે બીજા દેશો તરફ જોવાની જરૂર જ નથી.

(૫) કાગળના ડૂચાં કે ટુકડા કરીને ફેંકવાને બદલે તેમાંથી શકય તેટલા પસ્તીમાં આપી શકાય.

(૬) પ્લાસ્ટિકની થેલીને ફરી વાપરી શકાય અને ન વાપરી શકાય તેવાં પ્લાસ્ટિકને ભંગારમાં આપી શકાય ભલેને કાઈ પૈસા ન મળે પણ તેનું રિપ્રોસેસિંગ તો થઈ શકેને!

(૭) બહેનો પોતાની સગવડતા માટે એંઠવાડ કે અન્ય વસ્તુઓ પ્લાસ્ટિકની બેગમાં વીંટીને કચરા ટોપલીમાં પધરાવે છે ત્યારે તેમને કેમ યાદ નથી આવતું કે એંઠવાડ ખાવા માટે જાનવરો કોથળી પણ ખાઈ જતાં હોય છે અને મૃત્યુ પામે છે.

(૮) ભીના કચરામાંથી બહુ સામાન્ય પ્રક્રિયાથી કોઈપણ પ્રકારની ગંદકી વગર ખાતર બનાવી શકાય છે.જે ઘરમાં એક પણ કુંડું ન હોય તો પણ આ મિશનના ભાગરૂપે દરેક નાગરિકે આપનાવવું જ જોઈએ.

(૯) જાહેર બગીચામાં પ્લાસ્ટિકના વાસણો અને બોટલ્સના ઢગલા કરતાં લોકોને બીજે દિવસે સવારે એ જ ગાર્ડનમાં ચાલવા આવનાર માટે કેવાં શાપરૂપ બને છે તેનો અંદાજ જ કયાંથી હોય?

વાસણ સાફ ન કરવાની અને સગવડતા વધારવાની વૃત્તિ આપણને આવનારા અંધકારમય ભવિષ્યના ભણકારા સાંભળવા દેતી નથી.

(૧૦) પ્લાસ્ટિકની બોટલ્સમાં અને તૈયાર વોટરજગના પાણી પીવાને ફેશન માનનારા લોકો કયારેક બોટલ પ્લાન્ટની અચાનક મુલાકાત લે તો જ તેને ભયાનકતાનો અહેસાસ થાય.

(૧૧) જાહેર સમારંભમાં દેખાદેખીને કારણે લાખોનો ધુમાડો કરનારને વેડફાતા અનાજ અને ગંદકીની ચિંતા કેમ નહીં થતી હોય?

(૧૨) આપણા ઘરના કચરાને એક પ્લાનિંગ અને સમજ સાથે જો યોગ્ય નિકાલ કરીશું તો પચાસ ટકા કચરો ઘટાડી શકીશું.

ઉપાયો એવાં છે જેની દરેક વ્યકિતને જાણકારી છે પણ જરૂર છે સ્વયં જાગૃત થવાની જરૂર છે એક પહેલની, જરૂર છે અમલવારીની.

ઘરમાંથી માતાપિતા અને શાળામાંથી શિક્ષકો બાળકોને સ્વચ્છતાના પાઠ સાથે આ ઉપાયો શીખવી શકે.

આ કામ કરતા સમયે દો ગજ કી દૂર, માસ્ક હૈ જરૂરી – આ નિયમને ભૂલવાનો નથી.

કોરોનાવાયરસ આપણા મુખ અને નાકના માર્ગેથી પણ ફેલાય છે અને ફૂલેફાલે પણ છે.

આ સમયમાં માસ્ક, અંતર અને જાહેર સ્થાનો પર ન થૂકવાના નિયમનું કડકપણે પાલન કરવાનું છે.

પોતાને સુરક્ષિત રાખીને આ વ્યાપક અભિયાનને આપણે બધા સફળ બનાવીશું.

ધન્યવાદ !!!

Related Posts

Urvish Patel

I'm Urvish Patel, Youtuber & Financial Advisor. IRDIA Certified, I want to make things that make a difference.

Leave a Reply

Your email address will not be published.