પ્લાસ્ટિક મિત્ર કે શત્રુ

આપણે રોજબરોજ ના જીવન માં સૌથી વધારે ઉપયોગ પ્લાસ્ટિકનો કરીએ છીએ. બજાર માં જતી વખતે, વિવિધ ચીજવસ્તુઓની ખરીદી વખતે ટૂંકમાં ઘરમાં,બહાર , ઓફીસ વગેરે જગ્યાએ આપણે પ્લાસ્ટિકને પ્રથમ પસંદ કરીએ છીએ.પ્લાસ્ટિક વ્યવસ્થાના ભાગરૂપે ઉપયોગ કરવાને બદલે વધુ પડતો ઉપયોગ મુશ્કેલી ઉભી કરે છે.

આપણે ડિજિટલ ઇન્ડિયા તરફ જેમ જેમ જઈએ છીએ તેમ તેમ આપણે ક્યાંક ને ક્યાંક અમુક પદાર્થો નો સૌથી વધુ માત્રા માં ઉપયોગ કરતા જઈએ છીએ. છેલ્લાં એક દાયકાથી પ્લાસ્ટિકનો ઉપયોગ નોધપાત્ર પ્રમાણ માં વધી રહ્યો છે. ડગલે ને પગલે પ્લાસ્ટિક વિના નું જીવન અશકય જેવું લાગવા માંડ્યું છે.

આજે પ્લાસ્ટિકના નાના ઝભલાથી લઈ ને મોટા જેટ વિમાનો સુધીના તમામ ક્ષેત્રમાં વપરાય છે.આપણી આસપાસ નજર કરીએ તો પણ મોટાભાગની ચીજવસ્તુઓ પ્લાસ્ટિક થી જ બનેલી જોવા મળે છે.પ્લાસ્ટિકથી બનાવેલી વસ્તું ટકાઉ બનશે. તેને જમીન માં દાટી દઈએ સૌ વર્ષ પછી બહાર કાઢવામાં આવે તો પણ એમને એમ જ હોઈ છે. તેના પર વાતાવરણ ની કોઈ અસર થતી નથી. જેથી તેની અંદર રાખેલી વસ્તું અથવા પોતે સલામત રહે છે. પ્લાસ્ટિકને recycle કરી ને તેનો ફરીવાર ઉપયોગ પણ કરી શકાય છે. પ્લાસ્ટિક આપણ ને ખૂબ ઉપયોગી થાય છે, જો માર્યાદિત ઉપયોગ થાય તો.

પ્લાસ્ટિકનો ઉપયોગ મર્યાદિત કરતા વધારે કરવાથી આપણે જ આપણો શત્રુ ઉભો કરીએ છીએ. જીવન ના દરેક તબક્કે આપણે પ્લાસ્ટિક નો સહારે જીવતા થઈ ગયા છે. દુકાનદાર પાસે થી આપણે પ્લાસ્ટિકનો આગ્રહ વસ્તુ થી વિશેષ રાખીએ છીએ. કપડાંની થેલી લઈ જતા સંકોચ થાય છે. આવા પ્લાસ્ટિકનો આપણે યોગ્ય નિકાલ પણ કરતા નથી, તેને જ્યાં ત્યાં ફેંકવામાં આવે છે અને તે જમીનમાં ધૂળથી દટાઈ જાય છે, જે વરસાદ કે અન્ય પાણીને જમીન માં જતું અટકાવે છે જેથી જમીનમાં પાણી રહેતું નથી અને તાપમાનમાં પણ અનેકગણો વધારો થાય છે. ઓજોન ના સ્તર માં ગાબડા પડે છે અને સૂર્યના પરજાંબલી કિરણો પૃથ્વી પર સીધા પડતા જ માનવીને ચામડીના રોગ થાય છે.

અત્યારે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે , માનવે સગવડતા માટે બનાવેલા પ્લાસ્ટિક નો આજે માનવી જ નાશ કરી રહ્યો છે . જો પ્લાસ્ટિક નો વધુ પડતો ઉપયોગ થવા લાગ્યો તો કુદરતી જીવન માં ખલેલ પડે અને અસંતુલિત થઈ જાય.

પ્લાસ્ટિક નો ઉપયોગ અટકાવવા કે ઘટાડવાના પણ ઉપાયો છે. જેમાંથી એકાદ ઉપાયને પણ અમલમાં મુકવાથી વાતાવરણ અને જીવનધોરણમાં પણ સુધારો આવી શકે તેમ છે. મારા માટે પ્લાસ્ટિકના બદલે પેપર થેલી અથવા કાપડ ની થેલી નો ઉપયોગ કરવો જોઈએ. વૃક્ષોનું જતન કરી સ્વરછતા રાખવી જોઈએ. વસ્તુ ખરીદતી વખતે પ્લાસ્ટિક થેલી નો આગ્રહ રાખવો ન જોઈએ . જરૂરિયાત મુજબ પ્લાસ્ટિક નો ઉપયોગ થઈ ગયા બાદ યોગ્ય નિકાલ કરવો જોઈએ. પ્લાસ્ટિક નું recycle કરી અન્ય વસ્તુ બનાવવા તેનો ઉપયોગ કરવો જોઈએ.

Related Posts

Urvish Patel

I'm Urvish Patel, Youtuber & Financial Advisor. IRDIA Certified, I want to make things that make a difference.

Leave a Reply

Your email address will not be published.