ગ્રામ પંચાયતના સરપંચ કે સભ્ય બનવા માટે ની પ્રોસેસ શું છે?

હેલો મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આજ ના અમારા નવા બ્લૉગમાં,
મિત્રો રાજકારણ માં થોડું પણ રસ ધરાવતા દરેક મિત્રો ને એ જાણવામાં રસ હોય છે કે ગામ નો સભ્ય કે સરપંચ કેવી રીતે બનાય મને પણ છે તો આજે આપણે વાત કરીશું કે ગ્રામપંચાયત ના સભ્યો બનવાની યોગ્ય પ્રક્રિયા શું છે.

મિત્રો આજે આપણે વાત કરીશું કે ગ્રામપંચાયતના સરપંચ કે સભ્ય બનવા માટે

૧) લાયકાત
૨)શિક્ષણ
૩)ડિપોઝીટ કે અન્ય ખર્ચ કેટલો થાય
૪) ફોર્મ કયારે રિજેક્ટ થાય?
૫)ચૂંટણી નું ચિન્હ કેવી રીતે નક્કી થાય
૬)ચૂંટણી એજન્ટ ની નિમણુંક

૧) લાયકાત

 • વ્યક્તિની ઉંમર ૨૧ વર્ષ થી વધુ હોવી જોઈએ
 • મતદાન યાદી માં વ્યક્તિ નું નામ હોવું ફરજિયાત
 • સરકારી કર્મચારી ના હોવો જોઈએ
 • વ્યક્તિ માનસિક બીમાર હોય કે પાગલ ના હોવો જોઈએ
 • ન્યાયાલય દ્વારા સજા થયેલ ના હોવો જોઈએ
 • બે થી વધુ બાળકો ધરાવતો ના હોવો જોઈએ
 • ઘરમાં શોચાલયની વ્યવસ્થા હોવી જોઈએ
 • અભણ વ્યક્તિ પણ ચૂંટણી લડી શકે છે

મિત્રો હવે આપણે જોઈશું સરપંચ કે સભ્ય બનવા માટે ની ઉમેદવાર ની આવશ્યકતાઓ

૨)શિક્ષણ

 • રાજકીય પક્ષે ઊભા રાખેલ ન હોય તેવા ઉમેદવાર પત્ર માં તે જ વિસ્તારના ૯ ટકેદારોની સહી હોવી જોઈએ.
 • ઉમેદવાર અને દરખાસ્ત કરનારાના મતદારયાદીમાં નામ અને ક્રમ નંબર મળતાં હોવા જોઈએ.
 • એક મતદાર વિભાગમાં વધુમાં વધુ ૪ ઉમેદવારી પત્રો ભરી શકાશે.
 • બે કરતાં વધારે મતદાર વિભાગમાંથી ઉમેદવારીપત્ર ભરી શકાશે નહીં.
 • દરખાસ્ત કરનાર અથવા ટકેદાર તરીકે સહી કરેલ પ્રથમ પ્રાપ્ત થયેલ ઉમેદવારી પત્ર જ સ્વીકારાય
 • ઉમેદવારે પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટ અથવા નોટરી સમક્ષ નમૂના-૪ માં કરેલું સોગંદનામું પણ આપવું જોઈએ.

મિત્રો હવે આપણે જોઈશું કે સરપંચ કે સભ્ય બનવા માટે કેટલી ડિપોઝીટ ભરવી પડે.

૩)ડિપોઝીટ કે અન્ય ખર્ચ કેટલો થાય

 • સરપંચ ના સામાન્ય ઉમેદવાર બનવા માટે ₹.૨૦૦૦/- અને સભ્ય બનવા માટે ₹.૧૦૦૦/- ભરવી પડે છે.
 • સરપંચ ના સ્ત્રી ઉમેદવાર માટે ₹.૧૦૦૦/- અને સભ્ય બનવા માટે ₹.૫૦૦/-ભરવી પડે છે.
 • અનુસૂચિત જાતિ ના સરપંચ બનવા માટે ₹.૧૦૦૦/- અને સભ્ય બનવા માટે ₹.૫૦૦/- ભરવા પડે છે.

મિત્રો હવે આપણે જોઈશું કે કયાં કિસ્સામાં ઉમેદવારી પત્રક માં રિજેક્ટ થાય છે.

૪) ફોર્મ કયારે રિજેક્ટ થાય?

 • ઉમેદવાર અથવા દરખાસ્ત કરનાર વ્યક્તિના મતદાર યાદી માં નામ મળતા નથી.
 • ઉમેદવારની/દરખાસ્ત કરનાર/ટેકેદાર વ્યક્તિની સહી ખરી નથી અથવા કપટથી મેળવવામાં આવી છે.
 • ગુજરાત પંચાયત અધિનિયમ – ૧૯૯૩ ની કલમ ૩૦ મુજબ ઉમેદવાર ગેરલાયક હોય.
 • દરખાસ્ત કરનાર ગેરલાયક હોય
 • નિયમો – ૧૨ અથવા નિયમ -૧૩ ની કોઈ જોગવાઈનું પાલન કરવામાં આવેલ ના હોય તો.

નિયમ -૧૭ મુજબ ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ

 • નમૂના ૬ મુજબની લેખિત નોટીસ આપીને અને તે ઉમેદવારે જાતે અથવા તેના નામની દરખાસ્ત કરનાર વ્યક્તિએ અથવા તો ચૂંટણી એજન્ટ જેને આવા ઉમેદવારે આ માટે લેખિત અધિકૃત કર્યા હોય તેણે અપ્ માટે નક્કી કરેલા દિવસે બપોરના ત્રણ વાગ્યા પહેલાં ચૂંટણી અધિકારીને એવી નોટીસ પહોંયાડવી.
 • ઉમેદવારીપત્રોની ચકાસણી પૂરી ન થાય, તો ચૂંટણી અધિકારી ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટિસ સ્વીકારી શકશે નહીં.
 • ઉમેદવારી પાછી ખેંચી લેવાની નોટીસ આપી હોય તે વ્યક્તિ નોટીસ રદ કરી શકશે નહીં.
 • ઉમેદવારીપત્ર પાછું ખેંચવાનીં નોટીસના ખરાપણાં અને તે પહોયાડનાર વ્યક્તિની ઓળખ સંબંધી ખાતરી થયે, ચૂંટણી અધિકારી તેની ઓફિસના સહેલાઇથી દેખાઇ આવે તેવા કોઇ ભાગમાં નોટીસ ચોંટાડાવશે, નોટીસ ચોંટાડતા પહેલાં, તે તેના ઉપર પોતાને તે મળ્યાની તારીખ અને સમય નોંધશે.

નિયમ -૧૮ હરીફ ઉમેદવારોની યાદી અને તેમના પ્રતીકો

 • માન્ય રીતે દરખાસ્ત કરવામાં આવેલા ઉમેદવારોની યાદીમાં જેમનો સમાવેશ કરવામાં આવ્યો હોય અને જેમણે સદરહુ મુદતની અંદર પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી ન હોય તે ઉમેદવારોની એક યાદી તૈયાર કરશે.
 • આવીં યાદી નમુના- ૭ મુજબ રહેશે.
 • પસંદગી અનુસાર નિયમ – ૧૧ હેઠળ દરેક ઉમેદવારને ફાળવેલું અથવા યથાપ્રસંગ, પેટા – નિયમ (૩) અનુસાર ચૂંટણી અધિકારીએ તેને માટે ષુકરર કરેલું પ્રતીક તેઓ દર્શાવશે.
 • માન્ય રીતે દરખાસ્ત કરેલા ઉમેદવારોની યાદીમાં જે રીતે તેઓના નામો આપ્યા હોય તે રીતે ગુજરાતી કક્કાવારીના ક્રમ પ્રમાણે નામો ગોઠવવામાં આવશે.
 • બે અથવા વધારે ઉમેદવારો એક જ નામ ધરાવતા હોય, તો તેમના ધંધા અથવા રહૈઠાણથી અથવા ચૂંટણી અધિકારી યોગ્ય ગણે તેવી અન્ય રીતે તેમની વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવશે.
 • ચૂંટણી અધિકારી પોતાની ઓફિસમાં સહેલાઇથી દેખાઇ આવે તેવા ભાગમાં આ યાદીની એક નકલ ચોટાડાવશે અને તેની નકલ દરેક હરીફ ઉમેદવારને પણ આપશે એક નકલ રાજ્ય ચૂંટણી આયોગને મોકલશે.

મિત્રો હવે આપણે જોઈશું કે સરપંચ નું ચૂંટણી ચિન્હ કેવી રીતે નક્કી થાય છે.

૫)ચૂંટણી નું ચિન્હ કેવી રીતે નક્કી થાય

 • ઉમેદવાર સરપંચનું ફોર્મ ભરતી વખતે ચિન્હ પસંદ કરવામાં આવે છે. ગ્રામપંચાયતની ચૂંટણી નું ચિન્હ જિલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવે છે જેમાં ૨૦૦ થી ૨૫૦ જેટલા ચિહ્નો હોય છે તેમાં થી ઉમેદવાર એ એક ચિન્હની પસંદી કરવાની રહશે.

૬) ચૂંટણી એજન્ટ ની નિમણું

 • ચૂંટણીમાં ના કોઇ ઉમેદવાર પોતાના સિવાય કોઇપણ પંચાયતના સભ્ય તરીકે ગેરલાયક ઠરેલ કોઇ વ્યક્તિ સિવાયની એક વ્યક્તિને ચૂંટણી એજન્ટ તરીકે નીમી શકશે.
 • આવી નિમણૂંક નમૂના-૮ મુજબ બે નકલમાં કરવી જોઇશે અને ચૂંટણી ’અધિકારીને ઉમેદવારીપત્ર પહોચાડતી વેળા અથવા ચૂંટણી પહેલા કોઇ પણ વખતે મોકલવી જોઇશે.
 • નમૂના – ૯ પ્રમાણેના પોતે સહી કરેલા અને ચૂંટણી અધિકારોને આપેલા લેખિત એકરાર દ્વારા ઉમેદવાર કોઇપણ સમયે ચૂંટણી એજન્ટનીં નિમણૂંક રદ કરી શકાશે અને જે તારીખે તે એકરાર આપવામાં આવે તે તારીખથી એ રીતે નિમણૂંક રદ થયાનું અમલમાં આવશે.

તો મિત્રો આજ ની માહિતીથી તમારા માટે ઘણી ઉપયોગી થઈ હશે હશે એવી આશા રાખું છું, તમને અમારો આ બ્લોગ સારો લાગ્યો હોય તો like, કૉમેન્ટ કરી ને જણાવજો, ચાલો મિત્રો પાછા મળીશું આવા જ એક નવા વિષય સાથે.

જય શ્રીકૃષ્ણ🙏

Related Posts

Urvish Patel

I'm Urvish Patel, Youtuber & Financial Advisor. IRDIA Certified, I want to make things that make a difference.

Leave a Reply

Your email address will not be published.